દાહોદ, તા. ૨૨ : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય કક્ષા શાળાકીય આર્ચરી સ્પર્ધા આગામી તા. ૨૯ ડિસેમ્બરથી તા. ૩૧ ડિસેમ્બર દાહોદ જિલ્લાના રમત ગમત સંકુલ, દેવગઢ બારીયા તાલુકા ખાતેના યોજાશે. અંડર ૧૯ ભાઇઓ બહેનો માટેની આ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની પસંદગી પામેલ એન્ટ્રી તા. ૨૭ ડિસેમ્બર,૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ ભાગ લેશે. રાજ્ય કક્ષા સ્પર્ધા આર્ચરી અં-૧૯ ભાઇઓ બહેનોની સ્પર્ધામાં ભાગ લેનાર જિલ્લા કક્ષાએ પસંદગી થનારા ખેલાડીઓની યાદી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ઇમેઇલ આઇડી dsodahod12@gmail.com પર મોકલી આપવાની રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા સંચાલિત રાજ્ય કક્ષા શાળાકીય અંડર ૧૯ ભાઇઓ બહેનોની સ્પર્ધા ૨૦૨૧ રમત ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે યોજાવાની છે.