ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ તેમજ ગ્રાહક તમારા હકો જાણો અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે એકલવ્ય માધ્યમિક શાળા આંબલી ખાતે ગ્રાહક સુરક્ષાનો પ્રચાર-પ્રસાર શિબિર તેમજ ગ્રાહક જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ખૂબ રસ દાખવી ચિત્રો બનાવ્યા હતા. ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પુરસ્કાર આપવામાં આવેલ હતા . આ સાથે ગ્રાહક જાગૃતિ ના શિબિર માં ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ ના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ધાનકા , શારદા કેળવણી મંડળના મંત્રી શ્રી શશીકાંતભાઈ કટારા ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રીશ્રી સાબીરભાઈ શેખ , ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ સુથાર , ગુર્જર ભારતી બી.એડ.કોલેજના પ્રિન્સિપાલ ડો.જીતેન્દ્ર પંચાલ , મંત્રી લક્ષ્મણભાઈ ભાટીયા તેમજ એકલવ્ય માધ્યમિક શાળાના પ્રિન્સિપાલશ્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા .સૌ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો . એકલવ્ય માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના , સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનો સ્વાગત કરાયું હતું ,આ શિબિરમાં જાગૃતિ માટે ના માર્કા, લોભામણી જાહેરાત , ખેડૂત ગ્રાહક તરીકે રાખવાની તકેદારી ના હકો , વિશે જાણકારી આપવામાં આવી હતી , શાળાના આચાર્યશ્રીએ ઇશ્વરભાઇ પરમાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું. આ શિબિરમાં વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ મહાનુભવો તરફથી આપવામાં આવેલી જાણકારી સાંભળી હતી. ગ્રાહક જાગૃતતા જાહેરાતના ભીંતચિત્ર શાળામાં આપી શિબિર સંપન્ન કરવામાં આવી હતી.