દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીએ જાેર પકડતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાયાં હતાં. વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે વાતાવરમાં અસહ્ય ઠંડીનો ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે પણ ઠંડીએ પકડ જમાવી રાખતા આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરેવા મજબુર બન્યાં છે.
વહેલી સવાર વાતાવરણમાં કડકડતી ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ છવાઈ રહ્યું છે જેને પગલે હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દાહોદમાં ગરમ વસ્ત્રોના બજારોમાં પણ તેજી આવી છે. વહેલી સવારે મોર્ન્િંાગ વોક તેમજ કસરત કરતાં લોકો પણ જાેવા મળી રહ્યાં છે. વહેલી સવારે તેમજ મોડી સાંજથી લોકો તાપણાનો સહારો લઈ રહ્યાં છે.