દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુંક્યો છે.

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુંક્યો છે. વહીવટી તંત્ર, ચુંટણી શાખા સહિત પોલીસ દ્વારા ચુંટણીલક્ષી કામગીરીમાં જાેતરાઈ ગયાં છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપર સહિત ચુંટણીની સામગ્રી જે તે બુથો પર રવાના કરવામાં આવી રહ્યાં છે.

દાહોદ જિલ્લામાં કુલ ૩૫૧ ગ્રામ પંચાયતોની ચુંટણી આજે તારીખ ૧૯મી ડિસેમ્બરને રવિવારના રોજ યોજાનાર છે. ગતરોજથી ચુંટણી પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં અંધારી આલમમાં મતદારોને રિઝવવાનો પણ પ્રયાસ કરશે. દાહોદ જિલ્લામાં ૨૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. બાકીની ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો મળી કુલ ૭૮૧૬ ઉમેદવારો મેદાનમાં છે. દાહોદ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી માટે તંત્ર દ્વારા બેલેટ પેપર રવાના કરવામાં આવ્યાં છે. બેલેટ પેપરથી મતદાન થવાનું હોઈ ખાસ તકેદારી રાખવા ચુંટણી અધિકારીઓને સુચના પણ અપાઈ ચુકી છે. જિલ્લામાં બેલેટ પેપર મતદાન મથકોએ પહોંચ્યાં બાદ રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલીંગ શરૂં કરી દેવામાં આવ્યું છે. મતદાન વખતે કોઈ મતવિસ્તારમાં કોઈ અનિચ્છીનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીમાં કુલ ૮,૦૯,૫૬૩ મતદારો ભાગ લેશે. ૪૦૦૦ થી પણ વધુ પોલીસ કર્મચારીઓ સાથે સગન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ૨૬ ક્વીક રિસ્પોન્સ ટીમ ખડેપગે રહેશે.

Share this with

Leave a Reply

Your email address will not be published.