ગુજરાતમાં પેપર લીક મામલે આજરોજ દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્રમાં આપી

દાહોદ તા.૧૮

ગુજરાતમાં પેપર લીક મામલે આજરોજ દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્રમાં આપી આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય તેમજ ગુન્હેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચારો પણ પોકાર્યાં હતાં.

દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસના જણાવ્યાં અનુસાર, ૨૦૧૬ થી ૨૦૨૧ દરમ્યાન ગુજરાતમાં સરકારી પરીક્ષાઓમાં કૌંભાંડ થયેલ છે જેમાં મુખ્ય સવીકા પેપર લીક, તલાટી પેપર લીક, ટેટ પેપર લીક, ટાટ પેપર લીક, વનરક્ષક પેપર લીક, કોન્સ્ટેબલ પેપર લીક, બીન સચીવાલય ક્લાર્ક પેપર લીક, હેડ ક્લાર્ક પેપર લીક કૌંભાંડો થયાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. યુવા કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી હાથમાં બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર સાથે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં અને જ્યાં કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી ગુન્હેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Share this with

Leave a Reply

Your email address will not be published.