સફરોશીકી તમન્ના અબ હમારે દિલમૈ હૈ,દેખના હૈ કી ઝોર કિતના બાઝુએ કાતિલમૈ હૈ નો હુંકાર(કેપ)

દાહોદ

દાહોદ શહેર ભાજપની અૈતિહાસિક બૃહદ કારોબારીમાં 550 કાર્યકરો ઉમટી પડ્યા(હે)
વર્ષોથી અદ્યક્ષની જવાબદારીમાં છુ ,ક્યારેય આવી કારોબારી જોઇ નથી ઃશંકર આમલીયાર
દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટીની બૃહદ કારોબારીની બેઠક પ્રસંગ પાર્ટી પ્લોટમાં મળી હતી.આ એૈતિહાસિક બેઠકમાં ફક્ત દાહોદ શહેરમાંથી ભાજપાના 550થી વધુ કાર્યકરો ઉમટી પડતા શહેર ભાજપામાં નવો જોમ જોવા મળ્યો હતો. આગામી કાાર્યક્રમોની રુપરેખા સાથે જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકરોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપી બેઠકની સફળતા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
દાહોદ શહેર ભાજપાની બૃહદ કારોબારીની બેઠક તારીખ 17 ડિસેમ્બરના રોજ સાંજે પ્રસંગ પાર્ટી પ્લોટમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકરભાઇ

આમલીયારની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર ભાઇ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે શઙેર ભાજપ સંગઠનમાં કુલ 666 કાર્યકર્તાઓને વિવિધ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે જેમાંથી કારોબારીની બેઠકમાં 557 હોદ્દેદારો હાજર રહેતા કારોબારીની બેઠક આપોઆપ જ અૈતિહાસિક બની રહી હતી.જિલ્લા પ્રમુખે તેમના વ્યક્તવ્યમાં શહેર સંગટની ટીમને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે લામબા સમયથી હું જિલ્લા અધ્યક્ષની જવાબદારીમાં છુ પરંતુ શહેરમાં કાર્યકરોનો જમાવડો પ્રથમ વખત જોવા મળતા હું ગદગદિત થયો છુ.તેઓે શહેરના કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમ અભૂતપૂર્વ બાઇક રેલીના આયોજન માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.દાહોદ,ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરની કારોબારીની સફળ બેઠકો એક જ દિવસમાં સફળ રીતે સંપન્ન થતાં જિલ્લા પ્રમુખે વિધાનસભાની તમામ 6 બેઠકો જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.ઝોન મહામંત્રી કનૈયાલાલે રાજકીય પ્રસ્તાવ રજૂ કરી કારોબારીને દિવ્ય કારોબારી,ભવ્ય કારોબારી તરીકે બિરદાવી હતી.નરેન્દ્રભાઇ સોનીએ પણ પોતાના માર્મિક પ્રવચનથી કાર્યક્રોને પ્રોત્સાહિત કર્યા હતા.સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ પ્રશાંત ભાઇ દેસાઇએ કર્યુ હતુ ત્યારે નવા સંગઠન દ્રારા યોજાયેલા અને આગામી કાર્યક્રમોની રુપરેખા મહામંત્રી હિમાંશુ નાગરે આપી હતી.તેઓએ કાર્યકરોને કહ્યુ હતુ કે કોઇ કામ ક્યારેક ન થઇ શકે ત્યારે એવું સમજવાનું કે હું ક્યાં કહુ છુ આપની હા જ હોવી જોઇએ,પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઇએ.ક્યારેક કોઇ મહાનુભાવની રોોષનો ભોગ પણ બનવુ પડે ત્યારે હાથ જોડીને કહી દેવુ કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે તેમ કહી મનાવી લેવા જોઇએ.મિશન 2022 માટે કાર્યકરોએ હુંકાર કર્યો હતો કે હવે તો સરફરોશી કી તમન્ના હમારે દિલમે હૈ,દેખના હૈ કી જોર કિતના બાઝુએ કાતિલમૈ હૈ.કારોબારીમાં પાલિકા પ્રમુખ રીના પંચાલ,કાઉન્સીલરો સીનીયર નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વર્ગ ગીતનું ગાન અને સંચાલન મહામંત્રી અર્પિલ શાહે કર્યુ હતુ.

Share this with

Leave a Reply

Your email address will not be published.