દાહોદ જિલ્લાના સંવેદનશીલ-અતિસંવેદનશીલ બુથ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત


દાહોદ જિલ્લા પોલીસ રૂટ માર્ચ, ફલેગ માર્ચ, નાઇટ પેટ્રોલિગ સહિત રાઉન્ડ ધ કલોક કરી રહી છે કામગીરી
દાહોદ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય એ માટે સહકાર આપવા માટે ઉમેદવારો-સ્થાનિક આગેવાનોને અપીલ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર


દાહોદ, તા. ૧૩ : દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંત વાતાવરણમાં સંપન્ન થાય એ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં ૩૨૫ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાવાની છે જે અનુસંધાને જિલ્લા પોલીસ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે ૯૯ ટકાથી વધુ હથિયારોને જમા કરવામાં આવ્યા છે. ૪૦૦ થી વધુ નોનબેલેબલ વોરન્ટની બજવણી કરીને ચારસોથી લોકોને જેલભેગા કર્યા છે. ૪૬૦૦ થી વધુ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જેમાં ૧૨ થી વધુ પાસા અને ૮ થી વધુ તડીપારની દરખાસ્ત જિલ્લા પોલીસે કરી છે.
તેમણે ઉમેર્યું કે, અત્યારના તબક્કે જિલ્લામાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથની વિગતો સપષ્ટ થઇ છે ત્યારે આ બુથની મુલાકાતો ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સ્તરના પોલીસ અધિકારીઓ લઇ રહ્યાં છે અને ત્યાં ચુસ્ત વ્યવસ્થા સચવાઇની તકેદારી લઇ રહ્યાં છે. આ ઉપરાંત આ સ્થળોનાં ઉમેદવાર સાથે મુલાકાતો કરવામાં આવી રહી છે. સ્થાનિકો સાથે પણ મુલાકાતો યોજી ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જે કે અડચણરૂપ ન બને તેમ સપષ્ટ જણાવવામાં આવી રહ્યું છે અને સપષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે કે, ચૂંટણીમાં ગેરસમજ કે ઇરાદાપૂર્વક વિક્ષેપ કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. બે થી વધુ ગુના દાખલ થાય તેમના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરાશે.
પોલીસ દ્વારા આ સંદર્ભે રૂટ માર્ચ, ફલેગ માર્ચ, નાઇટ પેટ્રોલીગ, કોમ્બિંગ ઓપરેશન સહિતની કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલી રહી છે. નાસતા ફરતા ૨૪ આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી મુક્ત,ન્યાયી,શાંત વાતાવરણમાં યોજાઇ એ માટે ઉમેદવારોને, સમાજના અગ્રણીઓ-આગેવાનોને અપીલ કરૂ છું કે તેઓ સહકાર આપે. પોલીસ જરૂર પડે ત્યાં કડક હાથે અવશ્ય કામ લેશે. છેલ્લા વીસ દિવસમાં જિલ્લામાં ૪૬ લાખનો દારૂ પણ પોલીસે પકડી પાડી કડક કાર્યવાહી કરાઇ રહી છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.