દાહોદ એસ.ઓ.જી પોલીસે દેવગઢ બારીયાના સાલીયા ખાતેથી ગાંજાની ખેતી ઝડપાઈ ૧.૧૪ કરોડના છોડ સાથે બે ની ધરપકડ

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ત્રણ ખેતરોમાંથી ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ. ૧૮૭૫ કિંમત રૂા. ૧,૧૪,૦૩,૪૦૦ ના જથ્થા સાથે બે ખેતર માલિકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. એકાદ બે માસ અગાઉ દેવગઢ બારીઆ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતુ ત્યારે ફરીવાર ગાંજાના ખેતી ઝડપાતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જાેડતો દાહોદ જિલ્લો જાણે ગાંજાની ખેતરમાં એપી સેન્ટર ગણાતું હોય તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે.

અગાઉ કેટલાંક માસ અગાઉ પણ દેવગઢ બારીઆના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજાની ખેતરોમાં વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે ફરીવાર દેવગઢ બારીઆમાં વધુ ત્રણ ખેતરમાં લીલા ગાંજાના વાવેતરના છોડ ઝડપી પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે કરોધ ફળિયામાં રહેતાં નરસિંહ ફતાભાઈ પટેલ તથા ગણપતભાઈ સરતનભાઈ બારીયાના ત્રણ ખેતરોમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઓચિંતો ઉપરોક્ત બંન્ને ઈસમોના ખેતરોમાં છાપો મારતાં પોલીસે ત્રણેય ખેતરોમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગય. ૧૮૭૫ વજન ૧૧૪૦ કિલો ૩૪૦ ગ્રામ કિંમત રૂા. ૧,૧૪,૦૩,૪૦૦ નો જથ્થો કબજે લીધો હતો. ઉપરોક્ત બંન્ને ઈસમોની પણ પોલીસે અટકાયત કરી લીધી છે વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ખેતરોમાં તુવેરના પાક સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે બે સરકારી પંચોને સાથે રાખી ગાંજાના છોડ કબજે કર્યાં હતાં. સાથે સાથે એફ.એસ.એલ. ના અધિકારીઓને પણ બોલાવી ઉપરોક્ત ત્રણેય ખેતરોમાં મળી આવેલ ગાંજાના છોડના પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગાંજાના છોડ કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.