આદિવાસી સમાજ અને વિવિધ સંગઠન દ્વારા
આદિવાસી જન નાયક ક્રાંતિસૂર્ય ભગવાન બિરસા મુડાજી ની ૧૪૬ મી જન્મ જયંતિ ની ઉજવણી
દાહોદ.. સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતી આદિવાસી સાસ્કૃતિક યુવા ટ્રસ્ટ દાહોદ .એકલ્વય સ્પોર્ટ્સ એન્ડ એજયુકેશન ફાઉન્ડેશન દાહોદ તથા બિરસા ફાઉન્ડેશન દાહોદ દ્વારા આદિવાસી જન નાયક ક્રાંતિસૂર્ય ભગવાન બિરસાજી ની ૧૪૬ મી જન્મ જયંતી ની ઉજવણી સંસ્થા ના હોદ્દેદારો.. સામાજિક આગેવાનો તથા કાર્યકતાઓ દ્વારા કરવામાં આવી હતી
આ પ્રસંગે બિરસા ફાઉન્ડેશન દાહોદ દ્વારા શિક્ષિત યુવાનો ને પી.એસ.આઈ.તથા કોન્સ્ટેબલ ની ભરતી માટે માગૅદશૅન મળી રહે તે માટે પુસ્તકો નુ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું