દાહોદ જિલ્લા સહકારી સંઘ ખાતે 68માં અખિલ ભારત સહકાર સપ્તાહ ની ઉજવણી દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલ સિંગ ભાઈ મેડા ના હસ્તે ધ્વજ વંદન કરી ઉજવવામાં આવી હતી સહકાર સપ્તાહ ની ઉજવણી તારીખ 14 11 21થી 20 11 21 સુધી ઉજવવામાં આવનાર છે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો સંઘના ચેરમેન કલ સિંગ ભાઈ મેડા વાઇસ ચેરમેન ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ ડિરેક્ટર મુકેશભાઈ પરમાર એ કર્યું હતું આભાર વિધિ ડિરેક્ટર સાબિર શેખ તથા સંચાલન એઝુકેતિવ ઓફિસર એમ ડી ડામોરે કરી હતી સંઘના ડિરેક્ટરો ભરતભાઈ વહોનીયા યોગેન્દ્ર પાઠક સુરપાલ ભાઈ વગેરે તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સહકાર સપ્તાહ ઉજવણી દાહોદ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાના ઝાલોદ માર્કેટયાર્ડ ખાતે ફતેપુરા સંજેલી અને ઝાલોદ તાલુકા નો તારીખ 17 11 21 ના રોજ તથા લીમખેડા મુકામે હોટેલ વિજય ખાતે દેવગઢ બારીયા ધાનપુર સિંગવડ અને લીમખેડા નો તારીખ 18 11 ૨૧ ના રોજ તથા દાહોદ મુકામે પૂર્ણાહુતિ જેમાં ગરબાડા અને દાહોદ તાલુકાનો તારીખ 20 11 ૨૧ના રોજ કાર્યક્રમો યોજાનાર છે