જનમેદનીને દીદાર આપી લોકોનું અભિવાદન ઝીલ્યું
દાહોદ,તા.12
દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ ટ્રેન મારફતે સુરત જતા હોવાથી તેમના દિદાર માટે વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં દાહોદના રેલ્વે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા હતા. દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન મોડી રાત્રે ટ્રેન મારફતે મધ્ય પ્રદેશ થી સુરત જવા રવાના થયા હતા, ત્યારે ધર્મગુરુના દિદાર કરવા માટે દાહોદ રતલામ શહેર ના વ્હોરા સમાજના લોકો ભારે ઉત્સુક બન્યા હતા. રતલામ રેલવે સ્ટેશન ઉપર વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યાં ધર્મ ગુરુએ કોચના દરવાજા ઉપર આવીને દિદાર માટે આવેલ જનમેદનીને દીદાર આપી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તે જ રીતે દાહોદ શહેરના વ્હોરા સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં દાહોદના રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા. પરંતુ તે સમય દરમિયાન ગુરુનો આરામનો સમય હોય અને ટ્રેનનું સ્ટોપેજ માત્ર બે મિનિટનું હોવાથી હાજર જનમેદનીએ તેમના ગુરુ ના કરી શકી ન હતી અને તેઓને નિરાશા સાંપડી હતી. તેમ છતાં ધર્મગુરુના દિદાર થશે તેવી આશા સાથે વોરા સમાજના લોકોએ પ્લેટફોર્મ તરફ દોટ મૂકી હતી પરંતુ ધર્મગુરુના દિદાર થઈ શક્યા ન હતા.