દિવાળીના તહેવારોને અનુલક્ષીને દાહોદ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ આરપીએફ તેમજ બોંબ સ્કવોડની ટીમે દાહોદ રેલવે સ્ટેશન ખાતેથી અવર-જવર કરતી ટ્રેનો, મુસાફરો તેમજ પાર્કિંગ સ્ટેન્ડ સહિત રેલવે પતંગણમાં મુકેલા વાહનોનો સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો..
મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી અને હાલ દિવાળીનો તહેવાર નજીક હોવાથી દાહોદ થી પસાર થતી ટ્રેનોમાં મુસાફરોની અવર જવર વધવા પામી છે. જેના પગલે દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ,આરપીએફ તેમજ વડોદરાની બોંબ સ્કવોડની ટીમે આજરોજ દાહોદ રેલવે સ્ટેશન ખાતે અવર જવર કરતી ટ્રેનોમાં, મુસાફરો તેમજ પાર્ક કરેલા વાહનોની અલગ અલગ ટીમો બનાવી સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. મુસાફરોના માલસામાનની બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ દાહોદ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.