ધ ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ ડીસ્ટ્રીકટ ૩૨૩૨ એફ. ૧ રિજિયન ૮ ઝોન ૨ માં આવતી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી, એબિલિટી અને દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ ના સંયુક્ત ઉપક્રમે તેમજ ધીરજ હોસ્પિટલ વાઘોડિયા ના સહયોગ દ્વારા તારીખ ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે ઠક્કરબાપા પ્રાથમિક શાળા દાહોદ ખાતે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના ઉદઘાટક દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, મુખ્ય મહેમાન દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. સી. આર. પટેલ તેમજ અતિથિવિશેષ ડો. નિરંજનભાઇ શાહ, ડો. યુસુફીભાઈ કાપડિયા અને લા. શ્યામભાઈ શાહ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
સમગ્ર કેમ્પનું આયોજન રીજીયન ચેરમેન લા. કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું. સ્વાગત પ્રવાચન પ્રમુખ લા. અર્પિલભાઈ શાહ દ્વારા, આભાર વિધિ સુરેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઠક્કરબાપા પ્રાથમિક શાળાના આચાર્ય દેવેન્દ્રભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝોન ચેરમેન લા. મીનેશભાઈ પટેલ, લા. રસીદાબેન પીટોલવાલા, લા. સૈફીભાઈ પીટોલવાલા, લા. તુલસીબેન શાહ, લા. રાધેશ્યામ શર્મા, લા. રાજકુમારભાઈ સહેતાઈ, લા. ભવિનભાઈ ઉમરાણીયા, લા. સુરેશભાઈ ભૂરા, લા. સંજયભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં પંચાલ સમાજના આગેવાનો તથા લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પમાં ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.