ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની દાહોદ શાખા દ્રારા બ્લડ ડોનેશન સહિત ના સમાજસેવી કાર્યો માં જોડાયેલા છે વિસ્તાર ના જરૂરિયાતમંદ લોકો ને વ્યાજબીભાવે બ્લડ મળી રહે તે માટે ની વ્યવસ્થા, તેમજ કોરોના મહામારી માં પણ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચી જરૂરી મદદ પહોચાડી હતી આજે દાહોદ ના રેડક્રોસ ભવન ખાતે વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંસ્થા ના ઓડીટ થયેલ વાર્ષિક હિસાબો રજૂ થયા હતા સાથે જ ભાવિ આયોજન ની રુપરેખા રજૂ કરવામાં આવી હતી સંસ્થા દ્રારા આવનારા સમય માં ફિઝિયોથેરપિસ્ટ સેન્ટર પણ શરૂ કરવામાં આવનાર છે આ પ્રસંગે સંસ્થા માં નવા આજીવન સભ્યો ને કલેક્ટર દ્રારા આઈ કાર્ડ આપી આવકારવામાં આવ્યા હતા સાથે જ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી એ એમ પણ જણાવ્યુ હતું કે સંસ્થા ને જરૂરિયાત મુજબ વહીવટી તંત્ર શકય બની શકે તેટલી મદદ માટે હમેશા તૈયાર છે
આ પ્રસંગે સ્વાગત પ્રવચન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કલ્યાણદાસ રામચાંદનીએ કર્યું હતું સભાની મિનિટ મંત્રી ઘટેસભાઈ શત્રિય એ કરી હતી વાર્ષિક હિસાબ ખજાનચી વિકાસભાઈ ભુતા આપી હતી ભાવિ આયોજનો અંગેની રૂપરેખા વાઇસ ચેરમેન ગોપાલભાઈ શર્મા આપી હતી આભાર વિધિ કારોબારી સભ્ય સાબિર શેખએ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન કારોબારી સભ્ય સંગીતાબેન દેસાઈએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો અને આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા