વૈશ્વિક સ્તરે દેશે ૧૦૦ કરોડ વેક્સિનની સીમાચિહ્નરૂપ સિદ્ધી હાંસલ કરતા દાહોદની ઝાયડસ હોસ્પીટલ ખાતે ઉજવણી કરાઇ

દાહોદ, તા. ૨૧ : કોરોના વેક્સિનેશનમાં દેશે આજે ૧૦૦ કરોડ વેક્સિનની વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ સિદ્ધી હાંસલ કરતાં આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરમારે જિલ્લાના આરોગ્યકર્મીઓ સહિતના કર્મચારીઓને આ સિદ્ધીમાં યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે જિલ્લામાં ૧૦૦ ટકા વેક્સિનેશનની નેમ પણ વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી જોયસરે નાગરિકોએ કોરોના વેક્સિનેશનમાં આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ અભિયાનમાં સાથ આપનારા તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવી તેમની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત અધિકારીશ્રીઓએ ઝાયડસ હોસ્પીટલ ખાતેના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની સુમધુર ધૂનો છેડવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી.આર. પટેલ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલના સીઓઓ ડો. સંજય કુમાર સહિતના અધિકારીઓ, પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.