દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલ હરહંમેશ તમામ દર્દીઓ માટે આર્શીવાદ રૂપ સાબીત થઈ છે ત્યારે વધુ એક દર્દીને દાહોદની ઝાયડસ હોસ્પિટલથી ખુબજ રાહત મળી છે.

એક ૭૭ વર્ષીય વૃધ્ધ મહિલાને છેલ્લા ત્રણ માસથી ડાબા પગના થાબામાં અસહ્ય દુઃખાવો તેમજ પીડા થતી હતી. આ વૃધ્ધાનો ડાબો પગ ઘસાઈ જવાને કારણે ટુંકો પણ થઈ ગયો હતો ત્યારે આ વૃધ્ધા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચતાં તેમને હોસ્પિટલના તજજ્ઞો તબીબો દ્વારા સફળ ઓપરેશન કરી થાપાનું ટોટલ હીપ રીપ્લેશમેન્ટ ઓપરેશનને સફળ પાર પાડી વૃધ્ધાના પગને સાજાે કરી દેતાં પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને હોસ્પિટલમાંથી રજા લેતા ઝાયડસના તબીબો અને સ્ટાફ મીત્રોની ખુબજ આભાર માન્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રહેતાં ૭૭ મહિલાને છેલ્લા ઘણા મહિનાઓથી જાબા પગના થાપાના ભાગે અસહ્ય દુઃખાવો થતો હતો. મહિલાને આ દુઃખાવાને કારણે હરવા, ફરવામાં પણ તકલીફ થતી હતી. થાપાના ભાગે ઘસારો થતાં મહિલાનો પગ ટુંકો થઈ ગયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી આ વૃધ્ધા પથારી વસ હતાં. વૃધ્ધાને લઈ પરિવારજનો અનેક હોસ્પિટલો ખાતે ફર્યાં હતાં પરંતુ કોઈ ચોક્કસ નિદાન ન થતાં આખરે આ વૃધ્ધાને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં જ્યાં તારીખ ૧૫મી ઓક્ટોમ્બરના રોજ વૃધ્ધા દાખલ થઈ હતી. આ દિવસથીજ મહિલાના તમામ રિપોર્ટાે અને સારવારની હોસ્પિટલના તબીબો દ્વારા શરૂં કરી દેવામાં આવી હતી અને બીજાજ દિવસે મહિલાના આ થાપાનું ઓપરેશન શરૂં દેવામાં આવ્યું હતું. તબીબો દ્વારા મહિલાના થાપાનું ટોટલ હીપ રીપ્લેશમેન્ટ કરી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન ઓર્થાે. સર્જન ર્ડા. નીલય પવનકુમાર, એનેસ્ટીટસ ર્ડા. જયેશ વાઘેલા અને તેમની ટીમે સફળતા પુર્વક પાર પાડ્યું હતું. જાણવા મળ્યાં અનુસાર, આ ઓપરેશન પાછળ અંદાજે બે થી અઢી લાખનો ખર્ચ થતો હોય છે પરંતુ પ્રધાનમંત્રી જય યોજના હેઠળ આ ઓપરેશન દાહોદની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું હતું. હાલ આ વૃધ્ધા સંપુર્ણ સ્વસ્થ્ય અને હરીફરી શકે છે. તબીયત સંપુર્ણ સુધારા પર છે. આજે વૃધ્ધાને હોસ્પિટલમાંથી રજા આપતાં વૃધ્ધા સહિત તેમના પરિવારજનોએ હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ મિત્રોનો ખુબ આભાર માની રજા લીધી હતી.

Share this with

Leave a Reply

Your email address will not be published.