દાહોદ નગર પાલિકામાં આજરોજ ત્રિમાસીક સામાન્ય સભા માં ૧૬ જેટલા ચેરમેનોની વરણી કરવામાં આવી છે.

દાહોદ તા.૨૮

દાહોદ નગર પાલિકામાં આજરોજ ત્રિમાસીક સામાન્ય સભા મળી હતી. ઘણા લાંબા સમયથી વિવિધ સમિતિઓના ચેરમેનોને વરણી મોકુફ હતી. આ વિવિધ શાખાઓમાં આજરોજ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. ૧૬ જેટલા ચેરમેનોની વરણી કરવામાં આવી છે.

બપોરના ૧૨.૩૦ કલાકે દાહોદ નગરપાલિકાના સભાખંડમાં મળેલ ત્રિમાસીક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત શહેરના વોર્ડના કાઉન્સીલરો સહિત કાર્યકરો આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. લાંબા સમયથી ચેરમેનોની વરણીનો આતુરતાનો આજે અંત આવ્યો હતો. બાંધકામ સમિતિમાં ભાવનાબેન મનોજકુમાર વ્યાસને ચેરમેન તરીકે નિયુંક્ત કરવામાં આવ્યાં છે. ટાઉન પ્લાનીંગ સમિતિમાં નિરજભાઈ (ગોપી) નિકુંજભાઈ દેસાઈ,

આરોગ્ય સમિતિમાં દિપેશકુમાર રમેશચંદ્ર લાલપુરવાલા,

વોટર સપ્લાય સમિતિમાં નુપેન્દ્ર પ્રવિણકુમાર દોશી,

દિવબત્તી સમિતિમાં અહેમદભાઈ રસુલભાઈ ચાંદ,

બાગબગીચા સમિતિમાં માસુમાબેન મહંમદ ગરબાડાવાલા,

એસ્ટ્રાબ્લીશર મેન્ટ સમિતિમાં તુલસીભાઈ હોતચંદ જેઠવાણી,

ફાયર સમિતિમાં લલિતભાઈ રમણભાઈ પ્રજાપતિ,

કાયદા સમિતિમાં રંજનબેન કિશોરકુમાર રાજહંસ,

સમાજ કલ્યાણ સમિતિમાં ચંદ્રકાંતા ગોપાલભાઈ ધાનકા,

રમતગમત અને સાંસ્કૃતિક સમિતિમાં સુજાનકુમાર હિંમતસિંહ કિશોરી,

લાઈબ્રેરી સમિતિમાં વાસીફભાઈ યુસુફખાન પઠાણ,

શોપ્સ એન્ડ એસ્ટ્રાબ્લીશર સમિતિમાં કિંજલબેન શાલિનકુમાર પરમાર,

મેઈનટન્સ ડિપાર્ટમેન્ટ સમિતિમાં બિજલભાઈ જાેગાભાઈ ભરવાડ,

પાર્કિંગ કમીટી સમિતિમાં પ્રેમિલાબેન વિનોદભાઈ ક્ષત્રિય અને

એપીએમસીમાં હિમાંશુભાઈ રમેશચંદ્ર બબેરીયાને ચેરમેન પદ પર નિયુંક્ત કરવામાં આવ્યાં હતાં.

 

Share this with

Leave a Reply

Your email address will not be published.