ગુજરાતી માધ્યમમાં જિલ્લામાં પ્રથમ ………..


દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ હાઈસ્કૂલ દાહોદ અને શ્રીમતી એસ.એમ. કુદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ વર્ષ 2020-21 ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ વિદ્યાર્થી લાલવાણી મિતાલી ભાગચંદ ગુજરાતી માધ્યમમાં જિલ્લામાં એક માત્ર એવન ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવી શાળા,સંસ્થા અને પરિવારનું નામ રોશન કરેલ છે આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ જેમાં
બાલવાણી પિયુષ આઈ 79.8%
બોરગામવાળા અલેફીયા એસ 79.6%
ગુલામઅલીવાલા કાસિમ કે 77.4%
જોષી હિરવ એ 71.2%
આ તમામ વિદ્યાર્થીઓને અને શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મિત્રો કે ડી લીમ્બાચીયા, એમકે ફળદુ ,યુ આર દરજી ,ડી જે લાલપુરિયા ને શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી આર.એસ.પટેલ અને શાળાના કન્વીનરશ્રી અસગરીભાઈ મખોડીયા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

Share this with

Leave a Reply

Your email address will not be published.