ગૃહકલેશના કિસ્સામાં પીડિત મહિલાને બચાવી પરિવારમાં સમાધાન કરાવતી દાહોદની મહિલા અભયમ ટીમદાહોદમાં એક ગૃહકલેશના કિસ્સામાં પીડિત મહિલાને સાથ આપી દાહોદની મહિલા અભયમ ટીમે પરિવારમાં સમાધાન કરાવ્યું હતું. વાત એમ હતી કે દાહોદના કોઇ એક ગામમાંથી એક યુવતીનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે તેમના ભાભી દરરોજ હેરાન કરે છે અને વાત હિંસા સુધી પહોંચી છે. અભયમ રેસ્ક્યુ ટીમ દાહોદ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીના ભાઇ-ભાભીને કડક શબ્દોમાં સૂચના આપી આ રીતે હેરાન-પરેશાન નહીં કરવા જણાવ્યું હતું. જેમાં બંનેએ માફી માગતા ફરી કયારેય આવું ન કરવા એકરાર કર્યો હતો.
આ મહિલાના છુટાછેડા થયાં છે અને પિયરમાં માવતર સાથે રહેતા હતા. પરંતુ બે મહિના પહેલા પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેથી તેમના ભાઇ-ભાભી ઘરેથી જતા રહેવા અવારનવાર જણાવી ઝગડો કરતાં હતા. તારી કોઈ મિલ્કત નથી બધી અમારી છે એમ કહી વારંવાર દબાણ કરવામાં આવતું હતું. અને આ બાબતને લઇને ઝગડો મોટો સ્વરૂપ લેતાં વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં પીડિત મહિલાએ બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરતા અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાની મદદ કરી હતી.
અભયમ ટીમે મહિલાના ભાઈ-ભાભીને સપષ્ટ સમજ આપી હતી કે આ રીતે મહિલાને હેરાન કરવા તે ગુનો બંને છે. મહિલાના ભાઇ-ભાભીએ કોઈપણ પ્રકાર ની હેરાનગતિ નહીં કરવાની ખાત્રી આપતાં સમાધાન કરવામાં આવ્યું હતું.

Share this with

Leave a Reply

Your email address will not be published.