જિલ્લાના સારસ્વત મિત્રો અને ગુરુજનો ને નમન વંદન કરી તેમના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયાસ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા આજે યોજાયો હતો

દાહોદ જિલ્લામાં એક નવતર અભિગમ સાથે જિલ્લાના સારસ્વત મિત્રો અને ગુરુજનો ને નમન વંદન કરી તેમના તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયાસ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા આજે યોજાયો હતો જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો સુધી વ્યક્તિગત પહોંચવું શક્ય ન બનતા લાયન્સ ક્લબ દાહોદ સીટી દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તથા દાહોદના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ને એક મોમેન્ટો આપી તેઓનું સન્માન કર્યું. તમામ ગુરુઓને નમન કરતો એક શુભેચ્છા સંદેશ તેઓના માધ્યમથી પહોંચાડવા માટે દાહોદ સીટી લાયન્સ ના પ્રમુખ અર્પિલ શાહ અને લાયન મેમ્બર્સ સાથે તેઓની કચેરી ખાતે જઇ બંને અધિકારીશ્રીઓને મોમેન્ટો સાલ બુકે અને શુભેચ્છા પત્ર આપી ગુરુપૂર્ણિમાની નવતર રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમા નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કે. જી. દવે તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મયુરભાઈ પારેખ નું સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગે લા. સૈફીભાઈ પીટોલવાલા, સેક્રેટરી લા. રસીદાબેન પીટોલવાલા, લા. તુલસી શાહ, લા. હેમંતભાઈ તથા અન્ય લાયન મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.
તથા જિલ્લાના તમામ શિક્ષકગણ ના સન્માન તરીકે આ શુભેચ્છા સંદેશ ને સ્વીકારવા માટે વિનંતી કરી કરી હતી બંને અધિકારીઓએ આ અભિગમને બિરદાવી અને સૌ શિક્ષક મિત્રોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સન્માન આપવા બદલ લાઈન પ્રમુખ અપીલ શાહ તથા સભ્યોનો આભાર માન્યો હતો

Share this with

Leave a Reply

Your email address will not be published.