દાહોદના રીંકુબેન રાઠોડ ને ગુજરાતી સાહિત્યનું યુવા ગૌરવ પુરસ્કાર એનાયત

દાહોદ જિલ્લાના રીંકુબેન વજેસિંહ રાઠોડ ને ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ સન્માન યુવાગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો દાહોદ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ સૌથી ઓછું છે જિલ્લામાં આદિવાસી વિસ્તારના નવાગામ બોરડી ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરીએ દાહોદ જિલ્લા નું નામ રોશન કરી દીધું રીન્કુ બેન રાઠોડ ના પિતા વજેસિંહ રાઠોડ માતા શારદાબેન રાઠોડ જેઓ શિક્ષક છે રીંકુબેન હાલ સચિવાલય ગાંધીનગર ખાતે સેક્સન ઓફિસર છે તેમનું પરિવાર નવાગામ ખાતે રહે છે તેમનું પ્રાથમિક શિક્ષણ ૧ થી ૭ ધોરણ સુધી ગામની શાળામાં થયું હતું ધોરણ 8 થી 10 નું શિક્ષણ આદર્શ નિવાસી શાળા ઝાલોદ ખાતે થયું હતું અને ધોરણ 11 થી12 નું શિક્ષણ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ દાહોદ ખાતે થયું હતું એમણે એમ.એ.બી.એડ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે કર્યું હતું આ અગાઉ એમના નામે 33 પરીક્ષાઓ પાસ કરવાનું રેકોર્ડ પણ છે નાની ઉંમરમાં કોઈ મહિલા સર્જક ને આ સન્માનથી નવાજવામાં આવ્યા હોય એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ છે આમ રીંકુબેન જિલ્લાનું નામ રોશન કરેલ છે

Share this with

Leave a Reply

Your email address will not be published.