દાહોદ જિલ્લાના અસાયડી ગામે થી દાહોદ એલસીબી પોલીસ એ ૧૧,૨૯ લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી પાડી બેની અટકાયત

દાહોદ તા.14

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામેથી પસાર થઈ રહેલ એક ટ્રકની પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો જેની કુલ કિંમત રૂપિયા 11,29,200/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક તેમજ મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 16,39,200/- નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ટ્રકના ચાલક સહિત બે જણાની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીયા તાલુકાના અસાયડી ગામે આવેલ અન્નપૂર્ણા હોટલની સામે ગોધરાથી દાહોદ જતા હાઇવે રોડ પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થતા તેને ઉભી રખાવી હતી અને ટ્રકમાં તલાસી લેતાં તેમાંથી ટ્રકમાં મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૯૪૧ ની જેમા બોટલો નંગ-૪૫૧૬૮ કિ.રૂ.૧૧,૨૯,૨૦૦/- ની તથા ફેરાફેરી પરીવહનમાં ઉપયોગમાં લીધેલ ટ્રક તથા મોબાઇલ ફોન નંગ-૨ તથા મગફળી તેમજ કાજુના થેલા નંગ-૪૮ મળી કુલ કિ.રૂ.૧૬,૩૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે (૧) રમેશભાઇ દાદભાઇ સકર (મરાઠા), રહે.ગણેશનગર પારનેર, તા.પારનેર, જી.અમદનગર (મહારાષ્ટ્ર), મૂળ રહે.બેગવન, તા.કરજત, જી.અમદનગર (મહારાષ્ટ્ર) અને (૨) સચીન બાબુભાઇ સાઠે (મરાઠા), રહે.જવળા, તા.પારનેર જી.અમદનગર (મહારાષ્ટ્ર) ને ઝડપી પાડયા હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.