ધાનપુર ના ખજુરી ગામે મહિલા ઉપર અત્યાચારનો વિડીયો વાયરલ

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી નગ્ન હાલતમાં ગામમાં પરિણીતાનો વરઘોડો કાઢતા આ બનાવનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ વિડીયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું.આ બનાવ સંબંધે પરિણીતા દ્વારા પતિ તથા ૧૯ ઈસમોના ટોળા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તિકરણનો મોટી મોટી વાતો થઈ હોય છે પરંતુ જિલ્લામાં હાલ પણ જુના રિતીરિવાજાે અન કુરિવાજાેને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભુતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યાં હતાં ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેમાં આ મામલે ગત તા.૦૬ જુલાઈના રોજ પતિ તથા તેના સાસરીયાઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી પરણિતાનો પતિ તથા તેના સાસરી પક્ષના તેમજ તેના ગામના માણસોના ૧૯ જેટલા ટોળાએ પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી ખજુરી ગામે લઈ આવ્યાં હતાં. ખજુરી ગામે લાવી પરણિતાને ગડદાપાટ્ટુનો માર મારી તેણીની ખેંચતાણ કરી કપડા ફાંડી નાંખ્યા હતાં. આ બાદ પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાંની વેંત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એક્શનમાં આવેલ પોલીસે આ વિડીયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વિડીયો ધાનપુર તાલુકાના ખજુરી ગામનો હોવાનું માલુમ પડતાં પોલીસે ખજુરી ગામે પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલ પરણિતાની સાથે પોલીસે મુલાકાત કરી ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી પરણિતાએ પોલીસને આપી હતી. આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ તેના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતાં અન્ય પપ્પુભાઈ કાનીયાભાઈ, ભરતભાઈ સવલાભાઈ, રાકેશભાઈ સવલાભાઈ, નવલસીંગ કસનાભાઈ, રમેશભાઈ ઉર્ફે નન્નભાઈ સનીયાભાઈ, મેહુલભાઈ સબુરભાઈ મછાર, સબીયાભાઈ દહરીયાભાઈ, સંજયભાઈ દિતીયાભાઈ, દિતીયાભાઈ નાનાભાઈ, મડીયાભાઈ દિતીયાભાઈ, નવરીયાભાઈ કસનાભાઈ મછાર, લક્ષ્મણભાઈ સબીયાભાઈ મછાર, રણજીતભાઈ આમલીયા, સબુરભાઈ નાનાભાઈ, અખીલભાઈ મડીયાભાઈ, મનીશભાઈ સબીયાભાઈ, વીનાભાઈ બદીયાભાઈ અને પાંઘળાભાઈ બદીયાભાઈ તમામ જાતે મછાર (તમામ રહેવાસી ખજુરી, તા.ધાનપુર, તા. જિલ્લો) વિરૂધ્ધ અત્યાચારનો ભોગ બનેલ પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી પોલીસે ઉપરોક્ત ટોળાના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. જાણવા મળ્યાં અનુસાર, આ બનાવમાં પોલીસે ઉપરોક્ત ટોળા પૈકી કેટલાંકની અટકાયત પણ કરી છે જ્યારે અન્યોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.