ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ


પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ


દાહોદ, તા. ૧૩ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા. ૧૫ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી રોજ લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓને પગલે દાહોદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોર દ્વારા એવા પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે કે, ઉક્ત તારીખોમાં લેવાનારી પરીક્ષાઓ જે કેન્દ્ર ઉપર લેવામાં આવનાર છે, તેની આસપાસની સો મીટર વિસ્તારમાં પરીક્ષાના સમય પૂર્વે અડધી કલાક અને પૂર્ણ થયા બાદના એક કલાક સુધી, એટલે કે સવારના ૯ વાગ્યાથી સાંજના ૧૯ વાગ્યા સુધી બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહી કે એકત્ર થવું નહીં. પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશ કરવો નહીં. પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડી શકાશે નહીં.
બીજા જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રો પાસે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન ઉક્ત સમય દરમ્યાન રોજ સવારના નવ વાગ્યાથી સાંજના ૧૯ વાગ્યા સુધી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન વગેરે પ્રત્યાંયનના સાધનો લાવી શકશે નહી. પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને લગતું કોઇ પણ સાહિત્ય કે ઇલેકટ્રોનિક્સ સાધનો (સાદા કેલ્કયુલેટર સિવાય) લઇ જઇ શકશે નહી.

Share this with

Leave a Reply

Your email address will not be published.