દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કારોબારી યોજાઈ હતી.

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કારોબારી યોજાઈ હતી. જેમાં તમામ મંડલ/શહેરના અપેક્ષિતો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહયા હતા..
જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું .જીલ્લાના રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.આ અગાઉ જીલ્લા પ્રમુખે કોરોના મહામારીમાં જેઓનું નિધન થયું હતું એવા પક્ષના કાર્યકરોને બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી તથા શોક ઠરાવ રજુ કર્યા હતો.
જિલ્લા કારોબારીમાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્ર કલ્યાણ અને જન કલ્યાણને ધ્યાનમાં રાખી સતત યશસ્વી રીતે કાર્યરત રહી કેન્દ્રમાં સેવાના સાત વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં કોરોના મહામારીમાં પડકારોનો સામનો કરવા ઉઠાવેલ આવશ્યક પગલાં જ્યારે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ સમિતિ સુધીના ભાજપના લાખો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે માઈક્રો પલાનિંગ બનાવી પ્રજાની સેવામાં લાગેલા છે માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કોરોના મહામારીના વિકટ સમયે સમગ્ર જિલ્લામાં પીએચસી, સીએચસી સેન્ટર ખાતે ઓક્સીજન બેડની વ્યવસ્થા,આઇસોલેસન વોર્ડની વ્યવસ્થા ઉપરાંત જિલ્લા દ્વારા જવાબદાર હોદ્દેદારોની વિવિધ કમિટીઓ જેવી કે, હોસ્પિટલમાં દાખલ થવા માટે, રેમદેસીવીર ઇન્જેક્શન માટે, એમ્બ્યુલન્સ સેવા માટે, ઓક્સિજન બોટલ માટે, ભોજન, ટિફિન સહાય અર્થે વિવિધ હેલ્પલાઈનના માધ્યમથી જરૂરિયાત મંદ લોકોને સીધી સહાય પહોંચતી કરાઈ છે. આ પ્રસંગે જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક તથા હંસા કુવરબા એ માર્ગદર્શન આપ્યું હતું તથા આગામી દિવસોમાં પક્ષ દ્વારા થનાર સંગઠનાત્મક કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી. મહામંત્રી નરેન્દ્રભાઈ ભાઈ સોનીએ આગામી દિવસોમાં વિવિધ મંડળોની કારોબારી ક્યારે યોજવાની છે એની માહિતી આપી હતી. અંતમાં પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની કોરોનાકાળ દરમ્યાન કરેલ જનકલ્યાણ કામગીરીને બિરદાવામાં આવી હતી તથા સ્થાનિક ચુંટણી પછી ખાલી પડેલ જીલ્લા/મંડળ ના હોદ્દેદારોની વહેલી તકે નિમણુંક કરવાની તાકીદ કરી હતી
આભારવિધિ જીલ્લાના મહામંત્રી કનૈયાભાઇ કિશોરીએ કરી હતી.ઉપરોક્ત મિટીંગમાં દાહોદ લોકસભા સાંસદ જસવંતસિંહ ભાભોર,ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર તથા વિવિધ મંડળોના અપેક્ષિત હોદ્દેદારો-આગેવાનો જોડાયા હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.