દાહોદ એલ.સી.બી પોલીસે ડમી ગ્રાહક બની પેટ્રોલ પમ્પ પર ૧૮ને બદલે૧૬ લીટર પેટ્રોલ નીકળતા પંપ બંધ કરાવ્યું દાહોદ શહેરના સ્ટેશન રોડ નેહરુ બાગ ની સામે આવેલ અમીનભાઇ દાદુભાઇ એન્ડ સન્સ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ઓછુ અપાતો હોવાની ફરિયાદ દાહોદ એલસીબીને મળી હતી જેના પગલે દાહોદ એલ.સી.બી પોલીસે ડમી ગ્રાહક બની પોતાની ફોરવીલર લઈ પંપ ઉપર પહોંચી ૧૮ લીટર પેટ્રોલ ભરવાનું જનાવવ્યું હતું પેટ્રોલ ભરાઈ ગયા બાદ પોલીસે ઓળખતા પેટ્રોલ પંપ ના કર્મચારી ગભરાઈ ગયા હતા પોલીસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર છે ભરાવેલ પેટ્રોલ માપવા ની કામગીરી શરૂ કરી હતી જેમાં ૧૮ લીટરની જગ્યાએ ૧૬ લીટર પેટ્રોલ ભર્યું હોવાનું જણાતા ગ્રાહકો પણ અચંબામાં પડી ગયા હતા પોલીસે મામલતદાર ની ટીમ તોલમાપ અધિકારીઓને પણ બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે
