દાહોદ જિલ્લાના યુવાનોને ક્વીઝ સ્પર્ધામાં ભાગ લેવા ઇજન

ફિટ ઇંન્ડિયા અંતર્ગત “ફિટનેસ કા ડોઝ – આધા ઘંટા રોઝ” ફિટ ઇન્ડિયા ક્વીઝ સ્પર્ધાનું આયોજન


દાહોદ, તા. ૧૫ : દાહોદ જિલ્લાના યુવાનો ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત યોજાનારા “ફિટનેસ કા ડોઝ – આધા ઘંટા રોઝ”, ફીટ ઈન્ડિયા ક્વિઝમાં (જૂન ૨૦૨૧) ભાગ લઇ શકે છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે જે શાળાઓ અને વિદ્યાર્થીઓને કુલ મળીને રૂ.3.25 કરોડનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ફિટ ઇન્ડિયા ક્વિઝ ચાર રાઉન્ડમાં યોજવામાં આવશે. આ બાબતની તમામ માહિતી https://fitindia.gov.in/ પરથી મેળવી શકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૯/૦૮/૨૦૧૯ ના રોજ ભારતના નાગરિકોની શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. તેમના ‘હમ ફીટ તો ભારત ફીટ’ ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે માટે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વિવિધ જાગૃકતા કાર્યક્રમ કરવામાં આવે છે. તે અંતર્ગત આ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને ઝુંબેશ યોજવામાં આવે છે. જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.