દાહોદના ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યુવાનો માટે કોવીડ વેક્સિનેશન કેમ્પ યોજાયોબપોર સુધીમાં જ ૬૪ યુવાનો સહિત ૯૨ લોકોએ વેક્સિન લીધી

દાહોદ, તા. ૧૫ : કોરોનાની વેક્સિન વધુમાં વધુ યુવાનો લે એ માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદની નવજીવન સાયન્સ કોલેજ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ ના સયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કેમ્પ દાહોદના છાબ તળાવ પાસે આવેલા ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યોજાયો છે. કોલેજમાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લે અને મોટાપાયે રસીકરણ અભિયાનમાં જોડાઇ એ ઉદ્દેશથી યોજાયેલા કેમ્પમાં બપોરના બે વાગ્યા સુધીમાં જ ૬૪ યુવાનો સહિત ૯૨ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.
અત્રેના કેમ્પની જવાબદારી સંભાળતા એન.એસ.એસ. પી.ઓ. અને જિલ્લાના નોડલ પ્રોગામ ઓફિસર ડો. શ્રેયાંશ પટેલ જણાવે છે કે, આ રસીકરણ કેમ્પ ખાસ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. અમે દૈનિક ૧૦૦ રસીકરણનું લક્ષ રાખ્યું હતું જે અડધા દિવસમાં જ હાસલ કરી લીધું છે. યુવાનોનો વેક્સિનેશન માટેનો ઉત્સાહ જોતા નવજીવન સાયન્સ કોલેજ સિવાય પણ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કેમ્પને આગામી દિવસોમાં ચાલુ રાખવાનું આયોજન છે.
આ કેમ્પ ખાતે કોરોના રસીકરણ માટે યુવાનો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય પણ સીધા અત્રે પહોંચી જઇ વેક્સિન લઇ શકે છે. આ માટે આધારકાર્ડ કે કોઇ પણ ફોટો ઓળખપત્ર તેમજ મોબાઇલ સાથે લઇ જવાનો રહેશે.

Share this with

Leave a Reply

Your email address will not be published.