દાહોદ એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોડ ની ટીમે ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માંઉઝર (પિસ્ટલ) એક કારતૂસ તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૮૨૫૦/નો મુદ્દામાલ સાથે નાન સાલાઈ ગામના એક યુવકને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઝાલોદ પોલીસને સોપવામાં આવેલ છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઝાલોદ તાલુકાના નાનસલાઈ પીક અપ સ્ટેટ નજીક એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર હથીયાર રાખી વેચવાની પેરવીમાં ફરે છે જે મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડ તથા એલસીબી સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઇ વર્ણન વાળા ઈસમને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રજેશકુમાર અશ્વિનભાઈ જાતે પટેલ રે નાન સાલાઈ પેટ્રોલપંપની બાજુમ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ હોવાનું જણાવેલ તેની ઝડતી લેતા પેન્ટના કમરના ભાગે ખુશી રાખેલ એક મઉઝર (પિસ્તલ) તથા પેન્ટના ખિસ્સામાંથી એક કારતૂસ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૮૨૫૦/મળી આવતા પોલીસે સદર ઝડપાયેલ યુવક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ ઝાલોદ પોલીસ સ્ટેશન મ સોપવામાં આવેલ છે