દાહોદની ઝાયડસ હોસ્પિટલ મા ૭૦ વર્ષીય વૃધ્ધાની ૨૧૦ગ્રામની પ્રોટેસ્ટ ગાં ઠ ઓપરેશન થી કાઢવામાં આવી

દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં હવે મુશ્કેલ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે વધુ એક દર્દીનુ ઓપરેશન કરી 210 ગ્રામની પ્રોસ્ટેટની ગાંઠ કાઢવામાં આવી છે.જો આ ઓપરેશન કરવામાં ન આવે તો દર્દીની સ્થિતિ બગડી શકે છે ત્યારે જે તબીબે ઓપરેશન કર્યુ છે તેમના માટે પણ આવી પ્રથમ શસ્ત્રક્રિયા હતી તેમ જાણવા મળ્યુ છે.
દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને સારવાર કરાવે છે.ઘણાં દર્દીઓને નાના મોટા ઓપરેશન પણ કરવા પડે છે.જેમાં કેટલાક ગંભીર ઓપરેશન પણ હોય છે. આ સપ્તાહમાં જ આવા બે ઓપરેશન કરાયા હતા.જેમાં એક 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી.ત્યાર બાદ એક દર્દીની કીડનીમાંથી નાની મોટી 14 પથરી કાઢવામાં આવી હતી.
તેવી જ રીતે આજે એક 70 વર્ષના વૃધ્ધનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.તેમને પેશાબમાં તકલીફ હતી જેથી તેઓ બતાવવા માટે આવ્યા હતા.તેમના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રોસ્ટેટ ગ્રંથીનુ ઓપરેશન કરવુ પડે તેમ જણાયુ હતુ.ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં દર્દીને પેશાબની તકલીફ થાય છે તેને વારંવાર પેશાબ કરવા જવુ પડે છે.દુખાવો પણ થાય છે અને તે ગ્રંથી મોટી થઇ જતાં તેેનુ ઓપરેશન કરવુ પડે છે.
તેવી જ રીતે આ દર્દીને પણ તકલીફ થતી હોવાને કારણે તેમનુ આજે ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.210 ગ્રામનુ પ્રોસ્ટેટ કાઢી નાખવુ પડ્યુ હતુ.જે જ્વલ્લેજ બનતુ હોય છે.ઓપરેશન કરનાર ડો.એસ.એમ.પરમારે જણાવ્યુ હતુ કે મારી 40 વર્ષની કારકિર્દીમાં આટલી મોટી પ્રોસ્ટેટ કાઢી નથી.160 ગ્રામની પ્રોસ્ટેટ કાઢી હતી અને ત્્યારબાદનુ આ સાૈથી મોટુ ઓપરેશન છે.આ તકલીફ ઉમરની સાથે વધતી હોય

Share this with

Leave a Reply

Your email address will not be published.