જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,જીલ્લા અદાલત,દાહોદ ઘ્વારા પ,મી જુન,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જીલ્લા અદાલત, દાહોદના નામદાર ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી આર.એમ.વોરા સાહેબની આજ્ઞાનુસાર આજ રોજ ઈન્ચાર્જ ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી બી.એચ .સોમાણી સાહેબની અધ્યક્ષતામાં દાહોદ જીલ્લા અદાલત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. આ પ્રસંગે હાલ વિશ્વમાં કોરોના મહામારીના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજનોના જીવ ગુમાવ્યા છે અને આ સમયે દરેક વ્યકિત એક વૃક્ષનું જતન કરે જેથી કુદરતી વાતાવરણમાં ઓકસીજનનનું પ્રમાણ વધી શકે.અને લોકોને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી શકે અને પર્યાવરણને સુંદર અને સુશોભીત કરી શકે એવું તેમણે પોતાના પ્રવચનમાં જણાવેલ.

આ પ્રસગે કોરોના માહામારી અન્વયે તેમજ ગુજરાત સરકારની એસ.ઓ.પી.ગાઈડલાઈન મુજબ ફુલટાઈમ સેક્રેટરીશ્રી ,જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ,દાહોદ તથા જીલ્લા અદાલતના ન્યાયધીશ ગણશ્રી ,સ્ટાફ સભ્યો તથા વન વિભાગના સભ્યોની ઉપસ્થિતીમાં આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

Share this with

Leave a Reply

Your email address will not be published.