રાજ્યપાલશ્રીનો કોરોના સેવા યજ્ઞ પહોંચ્યો છેક દાહોદ સુધી

દાહોદના પાંચ હજાર ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રાશન કિટ્સનું કરાયું વિતરણ

ઝાયડ્સ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા કલેક્ટર કચેરી ખાતે શ્રી વિજય ખરાડીના હસ્તે રાશન કિટ્સનું વિતરણ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરવામાં આવેલો કોરોના સેવા યજ્ઞ દાહોદ સુધી પહોંચ્યો છે. રાજભવન દ્વારા મોકલવામાં આવેલી પાંચ હજાર રાશન કિટ્સનું વર્ગ ચારના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું અહીં વિતરણ કરવામાં આવ્યું છે.
થોડા સમય પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના રાજ્યપાલશ્રીઓને હાકલ કરી હતી કે તેઓ પણ કોરોના સામેના જંગમાં યથોચિત યોગદાન આપે અને આ હાકલને રાજ્યપાલશ્રીએ ઝીલી લઇને ગુજરાતમાં કોરોના સેવા યજ્ઞ આદર્યો છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ લોકસહયોગથી વર્ગ ચારના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટે સેવા યજ્ઞ આરંભ્યો છે. દિનરાત જોયા વિના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કરતા હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ ઉપરાંત સરકારી કચેરીમાં કામ કરતા આવા કર્મચારીઓ માટે બે દિવસ પૂર્વે રાશન કિટ્સ મોકલવામાં આવી હતી.
આ રાશન કિટ્સમાં તેલ ઉપરાંત ઘઉં, ચોખા, દાળ અને માસ્કનો સમાવેશ થાય છે. કુલ ૧૫ કિલોની એક એવી પાંચ હજાર રાશન કિટ્સ રાજ્યપાલશ્રી ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા દાહોદ મોકલવામાં આવી છે. આજથી આ કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઝાયડ્સ ખાતે યોજાયેલા કોરોના સેવા યજ્ઞમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ સહિતના આગેવાનો જોડાયા હતા.
આવો જ કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે પણ યોજાયો હતો. જેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી, નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવે, આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાના હસ્તે આ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share this with

Leave a Reply

Your email address will not be published.