ઘી સહયોગ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લિ.દાહોદની ગોદી રોડના વિસ્તારના સભાસદો અને શહેરની જનતાને સહયોગનું નજરાણું ગોદી રોડ બ્રાન્ચનું શુભારંભ કરવામાં આવેલ છે. ગોદી રોડ બ્રાન્ચના ઉદધાટન પ્રસંગે દાહોદ નગર પાલીકાના કારોબારી ચેરમેન શ્રી લખનભાઈ રાજગોર તથા દાહોદ નગર પાલીકાના માજી પ્રમુખ અને નગર પાલીકા શાશક પક્ષના નેતા શ્રી રાજેશભાઈ સેહતાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેમાનોનું કંકુથી તિલક કીષી જેઠવાણી દ્રારા કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે સોસાયટીનાં ચેરમેન શ્રી ગોપાલભાઈ ઘાનકાએ સોસાયટીની વિસ્તૃત માહિતી આપી હતી મુખ્ય મહેમાન શ્રી રાજેશભાઈ સેહતાઈએ સોસાયટીની કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી હતી ઉદઘાટક શ્રી લખનભાઈ રાજગોરે સોસાયટી હર હંમેશ નાના અને જરૂરતમંદ લોકોને સહાયરૂપ થઈ સેવાકીય પ્રવૃતિઓમાં પણ ભાગ લે છે.ત્યારે ગોદી રોડ વિસ્તારના લોકોને સરળતા મળે એ આશયથી સોસાયટીની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે.તેની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે આભાર વિધી સોસાયટીનાં ડીરેક્ટર સાબિર શેખ દ્રારા કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીનાં મેનેજીંગ ડીરેક્ટર શ્રી દિનેશભાઈ શાહ,મદનલાલ ખંડેલવાલ, રાજેન્દ્રભાઈ પટેલ,વિકાસભાઈ ભુતા, ચંન્દ્રકાન્તાબેન ધાનકા,નીલાબેન પલાસ સિકંદરભાઈ સામદ,ઈશ્વરભાઈ પરમાર,પરાગભાઈ પટેલ,રમેશભાઈ જેઠવાણી વગેરે ડીરેક્ટરો ત્થા સ્ટાફ મિત્રો તથા આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.