દાહોદ ખાતે પ્રદેશ ભાજપ મીડીયાના હોદેદારોની ઉપસ્થિતિ માં મીડીયા વિભાગની બેઠક યોજાઇ..

રાષ્ટ્રવાદ એ સવૉપરી,દરેક કાયઁકરે સેવા હી સંગઠનના ભાવ સાથે કામ કરવુ જોઇએ-જયોતીબેન પંડયા પ્રદેશ પ્રવકતા..


દાહોદ જીલ્લા ભાજપ કાયૉલય ખાતે આજરોજ પ્રેદશ મીડીયા વિભાગના નેતાઓ ની હાજરી મા દાહોદ જીલ્લા મીડીયા વિભાગના કારોબારી સભ્યો ની મીટીગ યોજવામા આવી હતી સી આર પાટીલ સાહેબના માગઁદશઁન સુચના અનુસાર આજરોજ પ્રદેશ મીડીયા વિભાગના પ્રવકતા શ્રીમતી ડૉ. જયોતીબેન પંડયા,મધ્યઝોન મીડીયાના કનવીનયર શ્રી સત્યેન કુલાબકર,સહ કનવીનયર શ્રી રાજેશભાઇ પરીખની ઉપસ્થિતિ મા જીલ્લા ભાજપ મીડીયાના સભ્યોની બેઠક યોજાઇ હતી બેઠક મા દાહોદ જીલ્લા મીડીયા વિભાગના કનવીનયર મુન્નાભાઇ યાદવ,સહ કનવીનયર રીતેષભાઇ પટેલ,નિલમભાઇ શેઠ સહિત જીલ્લા કારોબારીના તમામ સભ્યોની ઉપસ્થિત રહ્યા હતા સોવ પ્રથમ જીલ્લા ટીમ દ્વારા મહાનુભાવોનુ પુષ્પ ગુચ્છ ખેશ પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ ત્યારબાદ સોવનો પરિચય કરાવવા મા આવ્યો હતો મીડીયા ના મિત્રોને સંબોધી ડૉ.જયોતીબેન પંડયાએ જણાવ્યુ હતુ કાયઁકરે સેવાહી સંગઠનના ભાવ સાથે કરવુ જોઇએ રાષ્ટ્રવાદ આપણા માટે સવોપરી છે મીડીયાનુ માધ્યએ છેવાડાના માનવી સુધી સચોટ માહિતી પહોચાડવાનુ ઉતમ સાધન હોવાનુ જણાવી પોતે પાટીઁ મા વિવિધ હોદાઓ પર રહી કરેલ અનેક કાયૉ કામગીરીનો અનુભવ શેર કયૉ હતો મધ્યઝોન ના પ્રવકતા સત્યેન કુલાબકરે મીડીયાના મિત્રોને સંબોધી જીલ્લા મા ચાલતી મીડીયાની કામગીરી ની સમીક્ષા કરી મીડીયાના મિત્રો સાથે મેત્રીભાવ સાથે સમનવય કેળવી પાટીઁ સરકારની કામગીરી વિકાસ ગાથા જન જન સુધી પહોચાડવા અને બ્રોડકાસ્ટીગ પર ધ્યાન આપવા વાત કરી હતી સાથે ડીઝીટલ યુગ મા તમામ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી લાભ લેવા જણાવ્યુ હતુ

Share this with

Leave a Reply

Your email address will not be published.