આજરોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન, પંચાયતી રાજ, સંચાર ક્રાંતિના જનક, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજીવજી ની પ્રતિમાને પુષ્પાંજલિ તથા કોરોના મહામારીમાં દર્દીઓને ફુડ પેકેટ, માસ્ક તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તથા સ્ટાફ ડૉક્ટર,નર્સો, અને કોરના વોરીયર નું સન્માન કરવામાં આવ્યું.રાજીવ ગાંધીજીની સ્મરણાર્થે દાહોદ ધારાસભ્ય વજેસિંહ પણદા એ ખરોદા અને રાછરડા માં એક એક એમ્બ્યુલન્સ આપવા પોતાની ગ્રાન્ટ માં થી રૂપિયા 36.લાખ ફાળવ્યા* ગરબાડા ધારાસભ્યશ્રી ચંદ્રિકાબેન બારીયા, માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ ,કા.કારી જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાં , દાહોદ નગરપાલિકા કાઉન્સિલર શ્રીઓ, તાલુકા પ્રમુખ,દાહોદ શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.