કોરોનાના દર્દીની મફત સારવાર કરવાની શરતે દાહોદના તબીબને જામીનકોરોનાની સરકારી એન્ટીજન કિટ્સ સાથે ઝડપાઇ ગયેલા તબીબને દાહોદની કોર્ટે બોધરૂપી જામીન આપ્યા

ઝાલોદ ખાતે સરકારી કોરોના એન્ટીજન પકડાઇ જવાના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ગયેલા એક ખાનગી તબીબીને સરકારી દવાખાનામાં કોરોના દર્દીને રોજ આઠ કલાક સુધી સારવાર કરવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. કોરોનાકાળમાં એક તરફ તબીબોની અછત વર્તાઇ રહી છે, એવા સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વિનંતીને કોર્ટે ગ્રાહ્ય રાખીને આ બોધરૂપી આદેશ જારી કર્યો છે.
કેસની વિગતો એવી છે કે, એકાદ પખવાડિયા પૂર્વે પોલીસે કારઠ ખાતે શ્રદ્ધા સબુરી ક્લિનિકમાં કરણ અરવિંદભાઈ દેવડા (રહે.કારઠ રોડ, લીમડી અમીકુંજ સોસાયટી, તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ)નોપોતાના ક્લિનિકમાં ગેરકાયદે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયોકાર્ડ પ્રો કોવિડ-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તેમજ રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલતો હોવાની માહિતીના આધારે રેડ પાડી હતી. આ તપાસમા સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ રેપિડ ટેસ્ટ કરવાની કીટનો જથ્થો પકડાઇ ગયો હતો. આ બાબતની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપી કરણભાઇએ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા માટે અરજી કરી હતી.
આ જમીન અરજીની સુનાવણી આજે દાહોદની એડિશનલ સેશન્સ જજ શ્રી એસ. આઇ. ભોરાનિઆની કોર્ટમાં થઇ હતી. આ અરજીના સંદર્ભમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજની વિનંતીની નોંધ કરતા જજશ્રીએ આરોપીને તા. ૩૦-૯-૨૦૨૧ સુધી રોજ સોમવારથી ગુરુવાર રોજ આઠ કલાક સુધી કોરોના દર્દીઓની કોઇ ચાર્જ વિના સારવાર કરવાની શરતે જામીન આપ્યા છે.
૦૦૦

Share this with

Leave a Reply

Your email address will not be published.