ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ લાયન્સ ક્લબ માં ડીસ્ટ્રીક-3232ઍફ-1 માં 2021-22 માં એમ.જે.એફ લાયન કમલેશ લીમ્બાચીયા ની નવા રિજિયન ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ. કેબિનેટ ઘોષણા સમારોહ માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કૃષ્ણકાંત દેસાઈ દ્વારા રિજિયન 8 માં રિજિયન ચેરમેન તરીકે નિયુક્તિ કરાઇ. એમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જે. પી. ત્રીવેદી, પી.ડી.જી લાયન રમેશ પ્રજાપતિ, પી.એમ.સી.સી લાયન પરિમલ પટેલ, લાયન યુસુફી કાપડિયા તથા મોટી સંખ્યામાં કેબિનેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એમ.જે.એફ રીજીયન ચેરમેન લાયન કમલેશ લીમ્બાચીયાઍ જણાવ્યું હતું કે, નવા વર્ષ માં ખૂબ જ સારા લાયન વાદ, સેવાકીય પ્રવૃત્તિઓ અને લીડરશીપ કરીશું, એવી દિલથી ખાતરી આપી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના દરેક સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.દાહોદ જિલ્લા ના લાયન સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી