આજરોજ હુસેની મસ્જિદ દાહોદ પાસે યુનિટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રીમ ડેસ્ટિનેશન દાહોદ દ્વારા સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓ અને થેલેસેમિયાના દર્દીઓ માટે એક ખાસ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો આવી કપરી ગરમીના સમયે પણ મોટા પ્રમાણમાં ભાઈઓ બહેનોએ ૫૦થી વધુ બ્લડ ડોનેટ કર્યું હતું
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ સભ્યશ્રી ગોપી દેસાઈ અને સભ્યશ્રી ઝેનબબેન લીમડીવાળા હાજર રહી અને રક્તદાતા નો ઉત્સાહ વધાર્યો હતો રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ શાહ, ખજાનચી વિકાસભાઈ ભુતા,ડો ઈકબાલભાઈ લેનવાલા ,નરેશભાઈ ચાવડા, સાબીરભાઈ શેખ,નરેન્દ્ર પરમાર સહિત બ્લડ બેંકના સ્ટાફે સુંદર કામગીરી કરી હતી યુનિટી ફાઉન્ડેશન દ્વારા દરેક રક્તદાતાઓને એક વૃક્ષ નો રોપો પ્રદાન કરવામાં આવ્યો હતો રેડક્રોસ સોસાયટી દ્વારા સર્ટીફિકેટ અને ગિફ્ટ આપી રક્તદાતા ને પ્રોત્સાહિત કર્યા હતા