‘મારો વોર્ડ કોરોનામુક્ત અભિયાન’ અર્તગત ઝાલોદ તેમજ દાહોદ ખાતેના કોવીડ સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

જનપ્રતિનિધિઓ પોતાના વોર્ડને કોરોનામુક્ત કરવા સઘન અભિયાન આદરે – મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
‘મારો વોર્ડ કોરોનામુક્ત અભિયાન’ અર્તગત ઝાલોદ તેમજ દાહોદ ખાતેના કોવીડ સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
દાહોદ, તા. ૧૬ : રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ‘મારો વોર્ડ કોરોનામુક્ત અભિયાન’ અર્તગત આજ રોજ ઝાલોદ તેમજ દાહોદ ખાતેના કોવીડ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીંના કોવીડ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઇ વ્યવસ્થા તેમજ દર્દીઓની મળતી સુવિધાઓનું જાતતપાસ કરી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓ પોતાના વોર્ડને કોરોનામુક્ત કરવા સઘન અભિયાન આદરે તેમ જણાવ્યું હતું.
મંત્રી શ્રી ખાબડે જણાવ્યું કે, જિલ્લાના તમામ નગરોના વોર્ડને કોરોનામુક્ત વોર્ડ બનાવવા સૌ જનપ્રતિનિધિઓએ લોકભાગીદારી થકી આ અભિયાનને સફળ બનાવવાનું છે. નાગરિકોને કોરોનાની બીજી લહેરમાં જાગૃત થઇને ચુસ્તરીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા જાગૃત કરવાના છે. જે લોકોનો વેક્સિન માટેનો વારો આવ્યો હોય તેમને વેક્સિન સત્વરે લઇ લેવા સમજ આપવાની છે. મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ બને એ માટે સઘન અભિયાન થકી લોકજાગૃતિ લાવી સંક્રમણની ચેઇન તોડવાની છે.
મંત્રી શ્રી ખાબડે પોતાના બે દિવસીય સુચિત પ્રવાસના બીજા દિવસે સૌપ્રથમ ઝાલોદ ખાતેના ડેઝિગ્નેટેડ કોવીડ સેન્ટરની મુલાકાત લઇ અત્રેની વ્યવસ્થા ચકાસી હતી. તેમણે દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ, મેડીકલ કીટ વગેરે બાબતે માહિતી મેળવી હતી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યાર બાદ ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું જાતનિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત મંત્રી શ્રી બચુભાઇ ખાબડે દાહોદના સરકારી ઇજનેરી કોલેજ ખાતેના કોવીડ કેર સેન્ટર ૧ અને ૨ ની મુલાકાત લીધી હતી અને અહીં કોવીડ દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓ વગેરે બાબતે માહિતી મેળવી, ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. ત્યાર બાદ દાહોદ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી ખાબડે ગઇ કાલે મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ અંતર્ગત જિલ્લાના કોવીડ સેન્ટર અને દાહોદના દેવગઢ બારીયા ખાતેના સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે કલેકટર શ્રી વિજય ખરાડી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, સી.આર.પટેલ ચીફઓફિસરશ્રી ઝાલોદ,દાહોદ નગરપાલિકા ચીફઓફિસર શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.