સંતરામપુર એસટી બસ સ્ટેશન માં પાર્ક કરેલી કાર એકાએક ગબડી

પ્રતિનિધિ દ્વારા સંતરામપુર તા.૧૫.
આજે સંતરામપુર એસટી બસ સ્ટેશન માં પાર્ક કરેલી કાર એકાએક ગબડીને બસ સ્ટેશનમાંથી હાઇવે રોડ વટાવીને સામે આવેલા ભૂરા કોમ્પલેક્ષ માં ઉતરી ગઈ હતી.


આજે આ ઘટના સવારે એસ.ટી. બસ સટેશન વિસ્તારમાં બની હતી gj.17. b.a. 2910 નંબરની swift કાર એસ.ટી. બસ.સ્ટેશન કમ્પાઉન્ડ માં પાર્કિંગ કરેલ હતી તે કાર એકાએક રિવર્સમાં ગબડીને રોડ ક્રોસ કરીને બસ સ્ટેશનની સામે આવેલ ભૂરા કોમ્પ્લેક્સના ભોયરા ના પગથીયા કૂદવા માડી હતી લોકોમાં નાસમભાગી થઇ હતી કારે મોટર સાયકલને અડફેટે લીધી હતી પરંતુ અધવચ્ચે અટકી ગઈ હતી જેથી મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો કોઈ જાનહાની થઈ ન હતી..!આ ધટના ધટતા લોકો ના ટોળાં ભેગા થઈ ગયા હતા.
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.

Share this with

Leave a Reply

Your email address will not be published.