તરામપુર તાલુકા ના એંનદરા ગામ ના 28.બટાલિયન બોડઁર સીકયુરીટી ફોસઁ ના નિવુઁત જવાન કુબેરભાઈ મોતીભાઈ મકવાણા કોરોનાગ્સત થતાં સંતરામપુર ડેડીકેટેટ કોવિડ હેલ્થ સેંટર માં સારવાર માટે તા.19.4.21 ના રો જ દાખલ કરવામાં આવ્યા હતા. આ નિવૃત્ત જવાન ની તબિયત લથડતા ને ઓકસીજન નું લેવલ એકદમ ડાઉન થતાં તેઓને વધુ સારવાર માટે 29.4 ના રોજ વડોદરા સરકારી હોસ્પિટલ ગોત્રી માં ટૄનસફર કરાયેલહતાં.જે આ કોરોનાગ્સત નિવૄત જવાન ને ગોત્રી હોસ્પીટલ માં સારવાર માટે જગ્યા ના અભાવે એડમીટ કરાયેલ નહીં અને આનિવૃત જવાન પરત સંતરામપુર આવેલ અને કોવિડ હેલ્થ સેંટર ના મેડીકલસટાફ ને કહે કે મને અહીં જ દાખલ કરો મારે અહીંયા જ સારવાર લેવી છે.ને હું અહીં થીજ સાજો થઈ ધરે જઈશ..
આ નિવૃત્ત જવાન નું મનોબળ જોઈ ન કોવિડ હેલ્થ સેંટર ના મેડીકલસટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયેલ ને આ નિવૃત્ત જવાન ની હિમ્મત ને જોઈ તેને દાખલ કરી ને સંતરામપુર કોવિડ હેલ્થ સેંટર ના મેડીકલ ઓફિસર. ડોક્ટર. સ્ટાફે આનિવૃત જવાન કે જેને દેશ ની રક્ષા માટે પોતાની જાતને સોંપી સેવા કરી તેવા આ નિવૃત્ત જવાન ને કોરોના ના સંક્રમણ માંથી ઉગારવા દ્ઢ સંકલ્પ કર્યો હોય તેમ આ નિવૃત્ત જવાન ની હિમ્મત ને જોઈ ને સારવાર કરી ને આ નિવૃત્ત જવાન ને નવું જીવન બક્ષયુ ને આ નિવૃત્ત જવાન કોરોના મુકત થઈ ને આજરોજ ખુશખુશાલ થઈને કોવિડ હેલ્થ સેંટર ના મેડીકલ ઓફિસર ને સ્ટાફ ને વંદન કરીને આભાર વ્યકત કરીને પોતાના કૌટુંબિજનો સાથે સરકારી એમબયુલનસ માં બેસી ને પોતાના ધરે ખુશખુશાલ થઈ ગયેલ.
જે આ નિવૃત્ત જવાન નું ઓકસીજન નું લેવલ એકદમ ડાઉન થઈ જતાં તેમને વડોદરા ખાતે સારવાર માટે મોકલ્યા પરંતુ આ દેશની રક્ષા કરનાર આ નિવૃત્ત જવાન ની સારવાર માટે તેને ગોત્રી હોસ્પીટલ વડોદરા માં દાખલ ના કરાયો ત્યારે આ નિવૃત્ત જવાન ની શું સ્થિતિ થઈ હશે તે તો તે જાણે???
આ કોરોના ગ્સત નિવૃત્ત જવાને હિંમત ના હારી ને પરત સંતરામપુર આવેલ અને કોવિડહેલથ સેંટર માં દાખલ થઈ સારવાર કરાવેલ.
આમ દેશ ની રક્ષા કરનાર આ નિવૃત્ત જવાન ને પણ સરકારી ગોત્રી હોસ્પીટલ માં સારવાર માટે દાખલ ના કરાય ને બેડ મળે નહીં તે શું કહેવાય???દેશ ની રક્ષા માટે પોતાની જાતને સોંપી સેવા કરનાર નિવૃત જવાનો ને આ કોરોના ની મહામારી માં પણ સારવાર માટે ની વ્યવસ્થા માં અગ્રિમતા અપાય તે માટે કેંદ્ર સરકાર ને રાજ્ય સરકાર ને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે દવારા યોગ્ય વ્યવસ્થા કરાય તે હાલની પરિસ્થિતિ માં જરુરી છે???
તસવીર. નિવૃત્ત જવાન કુબેરભાઈ મોતીભાઈ મકવાણા ની તસવીર.
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ